જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતાં પ્રૌઢાને આંખમાં ઓછું દેખાતું હોય અને કાને ઓછું સાંભળતા હોવાથી રેલવેના પાટા ક્રોસ કરતાં સમયે સામેથી માલગાડી સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં દશામાંના મંદિર પાસે રહેતાં ક્રિષ્નાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.58) નામના પ્રૌઢાને આંખે ઓછું દેખાતું હતું અને આઠ વર્ષથી કાને ઓછું સાંભળતા હતાં દરમિયાન શુક્રવારે સવારના સમયે કચરો નાખવા ગયા હતાં ત્યારે રેલવેના પાટા ક્રોસ કરતાં સમયે માલગાડી આવી જતાં અથડાતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રૌઢાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પતિ વિક્રમસિંહ જાડેજાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.