બોલીવુડના જાણીતા અભિનેતા આદિત્ય પંચોલી તેમજ તેમના પુત્ર સુરજ પંચોલી દ્વારા ગઈકાલે બુધવારે સોમનાથના વિશ્વ વિખ્યાત સોમનાથ દાદાના મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુનાગઢ મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી ડેપ્યુટી મેયર તરીકે રહેલા ગિરીશભાઈ કોટેચા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ખારવા સમાજના અગ્રણી અને વેરાવળ મહાનગર પાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ કુવાડા ઉપરાંત જૂનાગઢના જાણીતા બિઝનેસમેન સિદ્ધાર્થભાઈ પંડ્યા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મંત્રી રાજુભાઈ સરસિયા અને ખંભાળિયા પંથકના રાજપુત સમાજના આગેવાન કનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ખાસ જોડાયા હતા અને સોમનાથ દાદાનું પૂજન અર્ચન કર્યું હતું.