જામનગર જિલ્લાના ધ્રોલ એસ.ટી. ડેપોના મેનેજર રફિક શેખને એસ.ટી. ડિવિઝન દ્વારા તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેઓની જામજોધપુરના એસટી ડેપોમાં બદલી કરી દેવામાં આવી છે.
View this post on Instagram
આ અંગેની વિગત મુજબ ગત તા.18-7-2025ના રોજ દ્વારકા કેન્દ્રની બસ નં. જીજે18-ઝેડ-6996 દ્વારકા-રાજકોટ રૂટ ઉપર હતી. આ દરમિયાન બસના પાછળના ભાગે ટાયરમાં બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે બસની અંદરના પતરા તુટી ગયા હતાં. આ અકસ્માત છતાં આ અંગે રીપેરીંગ અથવા તકેદારીના કોઇપણ પગલા લેવામાં આવ્યા ન હતાં. અને ડેપો મેનેજર દ્વારા બસને યોગ્ય રીતે તપાસ કર્યા વિના જ ફરી રૂટ ઉપર મોકલી દેવામાં આવી હતી. આ અંગેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો હતો. જેને લઇ નિગમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ટી. ડેપો મેનેજર રફીકભાઇ શેખને જવાબદાર ગણાવી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. ધ્રોલ એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા રફીક શેખને સસ્પેન્ડ કરાયા હતાં. અને જામજોધપુર એસ.ટી. ડેપો ખાતે હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો હતો.


