Sunday, December 22, 2024
Homeરાજ્યલ્યો બોલો…! તસ્કરો કોયલ પણ ચોરી કરી ગયા….

લ્યો બોલો…! તસ્કરો કોયલ પણ ચોરી કરી ગયા….

- Advertisement -

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં આવેલા પીજીવીસીએલના થાંભલા પરના ટ્રાન્સફોર્મરમાંથી બ્રાસની ચાર કોયલ અને કોર તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં આવેલા પીજીવીસીએલના થાંભલા પર લગાડેલા ટ્રાન્સફોર્મરમાંથી બ્રાસના ચાર સ્ટડ કોપરની કોયલ અને કોર સહિત રૂા.18,000 ની કિંમતનો સામાન તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ થતા પીજીવીસીએલના નાયબ ઈજનેર વિરલ પંચાલ દ્વારા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા હેકો કે.ડી.કામરિયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરુ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular