રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફાઉન્ડર ચેરમેન ધીરુભાઈ અંબાણીની 90 મી જન્મજયંતિ અને મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સના પૂરાં થયેલાં વીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રિલાયન્સ ફેમિલી ડે ઉત્સવના અંતિમ દિવસે તા. ૩૧ મી ડિસેમ્બરે મોટીખાવડી ખાતે દસ ગામની યુવા ટીમો વચ્ચે ધીરુભાઈ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિજેતા અને રનર્સ અપ ટીમને મેડલ અને ટ્રોફીથી પુરસ્કૃત કરવાની સાથે મેચ ઓફીસીઅલ્સ અને વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા – મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલરને પણ ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ્નું ગુજરાત ટેનીસ ક્રિકેટ એસોસીએશન દ્વારા યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી જે હજારો દર્શકોએ નિહાળી હતી. આ ઉપરાંત મેચ અપડેટ્સ પણ CricHeroes પર લાઈવ શેર કરાયા હતા