ધર્મેન્દ્રને 12 નવેમ્બરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. પ્રતીત સમદાનીએ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યું હતું કે ધર્મેન્દ્રને આજે (12 નવેમ્બર)એ સવારે સાડા સાત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે. પરિવારે ઘરે જ સારવાર કરાવવાનું નક્કી કર્યું છે. બોબી દેઓલ સવારે હોસ્પિટલ ગયો હતો અને પિતાને એમબ્યૂલન્સમાં લઈને પરત ફર્યો હતો.
ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે જ તેમની રિકવરી ચાલુ રાખશે. અમે મીડિયા અને જનતાને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે અને આ સમય દરમિયાન તેમની અને પરિવારની ગોપનીયતાનો આદર કરો. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે તમારી બધી પ્રાર્થનાઓ માટે અમે આભારી છીએ. કૃપા કરીને તેમનો આદર કરો, કારણ કે તે તમને બધાને ખૂબ પ્રેમ કરે છે.
ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે ગોવિંદાના પત્ની સુનિતા આહુજાએ પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર અમારા પરિવારના પ્રિય એક્ટર છે. હું દેવી માતાને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. હું તેમને મળવા જઈશ. પંજાબીઓ ક્યારેય હાર માનતા નથી.”
પોલીસે ધર્મેન્દ્રના ઘરની બહાર ગલી બંધ કરી દીધી છે. 11 નવેમ્બરે મીડિય ને ચાહકોની ભીડ જમા થઈ જવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મેન્દ્રના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે ધર્મેન્દ્ર 31 ઓક્ટોબરથી હોસ્પિટલમાં એડમિટ છે. બે દિવસ પહેલા જ તેમની તબિયત અચાનક લથડતાં તેમને વેન્ટિલેટર ર રાખવામાં આવ્યા છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ ધર્મેન્દ્રની તબિયત ધીમે ધીમે સુધરી રહી હતી. સની દેઓલની ટીમે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે જણાવ્યું હતું કે સારવાર બાદ પિતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તે સ્વસ્થ થઈ રહ્યા છે. મહેરબાની કરીને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો.


