લાલપુર તાલુકામાં પણ ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે આજે સવારે માત્ર બે કલાકમાં જ અઢી ઈંચ જેટલું પાણી વરસી જતાં લાલપુર તાલુકામાં આવેલ ધરમપુર ડેમ પ્રથમ વરસાદે જ છલકાઈ જતાં લાલપુર તાલુકાની ઢાંઢર નદી બેકાંઠે થઈ હતી. લાલપુર તાલુકામાં સતત વરસાદથી ઢાંઢર નદીમાં પુર આવ્યા હતાં. જેને પરિણામે નદીના પુલ પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી.