Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજોડિયા આયુર્વેદ હોસ્પિટલ ખાતે શાત્ત્રોકત વિધિથી ધન્વન્તરી પૂજન કરાયું

જોડિયા આયુર્વેદ હોસ્પિટલ ખાતે શાત્ત્રોકત વિધિથી ધન્વન્તરી પૂજન કરાયું

- Advertisement -

આરોગ્ય્ અને પરીવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી જીલ્લા પંચાયત જામનગરના સંયુકત ઉપક્રમે  સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા ખાતે “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” અંતર્ગત “ધન્વતરી ભગવાનનું પુજન” નું આયોજન કરવામા આવ્યું હતું.જે અંતર્ગત આયુર્વેદ ,પ્રચાર-પ્રસાર,મિલેટસ આહાર,પ્રદર્શનીનુંં આયોજન કરવામા આવેલ હતું.આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા ખાતે ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જીલ્લા પંચયત કારોબારી સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, ન્યાાયસમિતિના ચેરમેન ગોમતીબેન મેઘજીભાઇ ચાવડા, ભુતપુર્વ જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ જેઠાલાલ અઘેરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભગુભાઈ વાંક, જોડીયા વેપારી મંડળ પ્રમુખ અશોક વર્મા, વગેરે પદાઅધિકારીઓ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેદ પંચકર્મ ડો. એચ. એમ. જેતપરિયા અને આરએમઓ ડો. આનંદ જયસ્વાલ દ્વારા શાત્ત્રોકત વિધિથી ધન્વન્તરી પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં  જીલ્લાના તમામ મેડીકલ ઓફીસરો તેમજ હોસ્પીટલના કર્મચારીઓ તથા જોડિયાના ગ્રામજનોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular