Monday, December 23, 2024
Homeરાજ્યહાલારધનરાજ નથવાણીનું ટિવટ, જગત મંદિર આસપાસના ગેરકાયદે બાંધકામ પ્રત્યે પણ તંત્ર ધ્યાન...

ધનરાજ નથવાણીનું ટિવટ, જગત મંદિર આસપાસના ગેરકાયદે બાંધકામ પ્રત્યે પણ તંત્ર ધ્યાન આપે

- Advertisement -

ભગવાન શ્રીકૃષ્ણના નિવાસ્થાન એવા બેટ દ્વારકા ખાતે શનિવારથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડીમોલિશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ બાબતને ઠેર-ઠેરથી આવકાર સાંપળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તથા રિલાયન્સ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ આ અંગે ટ્વીટર પર ટ્વિટ કરી અને દ્વારકાના જગત મંદિર તથા તેની આસપાસ પણ ઘણા ગેરકાયદેસર બાંધકામ હોય, આ બાબતે તંત્ર તેની તરફ પણ ધ્યાન દયે તેવું જણાવ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા વાતચીતમાં બેટ દ્વારકા ઉપરાંત સમગ્ર ઓખા મંડળમાં ગેરકાયદેસર દબાણ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બાબતે પગલાં લેવાનો અણસાર આપ્યો હતો. ત્યારે ગઈકાલે અહીં આવેલા ડીઆઈજી સંદીપ સિંગ દ્વારા પણ યાત્રાધામોમાં દબાણો દૂર કરવા સરકાર ખાસ કટિબદ્ધ છે તેમાં પણ સંકેત આપ્યો હોય અને બેટ પછી હવે દ્વારકામાં પણ મેગા ડીમોલિશનનું આયોજન થાય તો નવાઈ નહીં. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તથા ધનરાજભાઈ નથવાણી દ્વારા અગાઉ પણ જગત મંદિર પાસે દબાણ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. હવે રાજ્ય સરકાર આ બાબતે ખાસ સતર્ક થઈ છે, ત્યારે આ કાર્યવાહી થશે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular