મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ જે ગંભીર બીમારીમાં સપડાયો છે તેનું નામ એસ.એમ.એ-1 એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખાય છે. આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે જેને અમેરિકાથી મંગાવવું પડશે. જોકે, માતા-પિતા મધ્યમવર્ગના હોવાથી પોતાના બાળક માટે લોકો અને સંસ્થાઓ પાસે પૈસાની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.
ધૈર્યરાજને સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે, ત્યારે 38 દિવસમાં 15.48 કરોડની રકમ એકત્રિત થઇ ચુકી છે. હવે માત્ર 50લાખ રૂપિયાની જરૂર છે. આ રકમ મળતાની સાથે જ ધૈર્યરાજના માતાપિતા દ્રારા અમેરિકાથી ઈન્જેકશન મંગાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે. જેના માટે બાળકના પિતા રાજદીપસિંહે 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યાં વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. અને ગુજરાતભરમાંથી લોકો તેની મદદ કરી રહ્યા છે.
ધૈર્યરાજ જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1 સાથે જન્મ્યો છે. જેને કરોડરજ્જૂની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જૂમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.