ઓખામાં ગઈ કાલે રવિવારે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી બપોર સુધી વ્યોમાણીધામ ખાતે ક્ષત્રિય વાઘેર સમાજનાં પ્રમુખ પબુભા માણેકની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મોત્સવ તેમજ ઓખામંડળનાં ભામાશા સ્વ.વિરમભા આશાભા માણેકની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી.
પબુભા માણેકે આ પ્રસંગે જ્ઞાતિને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ઓખામંડળમાં રહેતી બીજી જ્ઞાતિનાં લોકો પણ વાઘેર સમાજ પાસે જે સારી અપેક્ષાઓ રાખેલ છે તેમા આપણે ખરા ઉતયૉ છીએ તે જ રીતે ભવિષ્યમાં પણ આપણે ઓખા-બારાડી પંથકની તમામ જ્ઞાતિ-સમાજને સાથે રાખીને ચાલવાનું છે. બપોર બાદ ઓખા સ્વયંભુ બંધ રાખીને હજારો લોકોએ રામસવારીમાં ભાગ લીધો હતો. ઢેર ઢેર ઠંડા પીણાનાં સ્ટોલ રાખીને સ્વયંસેવકોએ સેવા કરી હતી. રામસવારી ઓખા પંથકના વિવિધ માર્ગો ઉપર ફરી હતી.