Sunday, January 11, 2026
Homeરાજ્યદેવભૂમિમાં હર્ષદ માતાજીના અતિ પ્રાચીન મંદિરે નવરાત્રી પર્વે ભક્તોની ભીડ

દેવભૂમિમાં હર્ષદ માતાજીના અતિ પ્રાચીન મંદિરે નવરાત્રી પર્વે ભક્તોની ભીડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) ગામે અતિ પ્રાચીન હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાધામ હર્ષદ સ્થિત હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.

- Advertisement -

હર્ષદ (ગાંધવી) ગામે આવેલા દરિયાકાંઠે કોયલા ડુંગર પર બિરાજતા હરસિધ્ધિ માતાજી રમણીય વાતાવરણ સાથે ઐતિહાસિક પ્રતિમા તેમજ સત ધરાવતા હોય, અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાધામ હર્ષદ ખાતે આ મંદિરમાં નિયમિત રીતે થતી આરતીનો લાભ પણ મોટી સંખ્યામાં ભાવિકો લ્યે છે.

સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે આ મંદિરમાં દર્શન માટે જુદા-જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. કોરોના કાળના બે વર્ષ બાદ મુક્ત રીતે દર્શન કરી શકાતા સમગ્ર જિલ્લા તથા આસપાસના વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular