ચૈત્રી નવરાત્રીમાં માટેલધામ આવેલ ખોડીયાર માતાજીના મંદિર ચાલીને હજારો પદયાત્રીઓ જામનગરથી બુધવારે રવાના થયા હતા. દર વર્ષે મોટી સંખ્યામાં ખોડીયારના ભકતો પદપાળા યાત્રા કરીને જામનગરથી માટેલધામ સુધી જતા હોય છે. જામનગરના કેટલાક સંધ , સંગઠનો, મંડળો એક સાથે પદયાત્રામાં જોડાતા હોય છે. દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં વધારો થાય છે. સાથે જામનગરથી માટેલ સુધીના માર્ગમાં સેવાભાગી સંસ્થા, કંપની, સંગઠનો દ્વારા સેવાકેમ્પ કાર્યરત રહેતા હોય છે. જામનગરથી અંદાજે 125 થી 150 કિમીનુ અંતર પદયાત્રીઓ ત્રણ દિવસમાં કાપતા હોય છે. ભક્તિભાવ સાથે પદયાત્રીઓ દિવસ-રાત્રીના ચાલીને અંતર કાપતા હોય છે. બે દિવસમાં જામનગરથી હજારો લોકો માટેલધામ માટે પદયાત્રામાં જોડાયા છે


