Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરચૂંટણી પહેલાં સ્થાયી સમિતિની વધુ એક બેઠકમાં 35 કરોડથી વધુના વિકાસ ખર્ચને...

ચૂંટણી પહેલાં સ્થાયી સમિતિની વધુ એક બેઠકમાં 35 કરોડથી વધુના વિકાસ ખર્ચને બહાલી

- Advertisement -

લોકસભા ચૂંટણીની આચરસંહિતા લાગુ થાય તે પહેલાં જામ્યુકોની સ્થાયી સમિતિએ વધુ એક બેઠક યોજીને રૂા.35 કરોડથી વધુના વિકાસ ખર્ચને બહાલી આપી છે. જેમાં શરૂ સેકશન રોડને ગૌરવ પથ બનાવવા માટે 30 મિટરની પહોળાઈ મેળવવા જે જમીન કપાતમાં જશે તેને ટી પી સ્કીમ નંબર 1 માં વૈકલ્પિક જગ્યા ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. જેને મંજૂરી માટે જનરલ બોર્ડમાં મૂકવામાં આવશે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગરથાના અધ્યક્ષસ્થાને ગુરૂવારે જામનગર મહનગરપાલિકાની સ્થાયી સમિતિની વધુ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 35.63 કરોડના જુદાં-જુદાં કામોને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠકમાં શહેરના આઉટગ્રોથ વિસ્તરામાં ટી પી રસ્તાઓ પર મેટર રોડ બનાવવા માટે 108 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગત બેઠકમાં પેન્ડીંગ રાખવામાં આવેલી મહાનગરપાલિકાના જુદા જુદા બગીચાઓના કર્મચારીઓના ખર્ચની રકમને આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 10, 11, 12 માં ગટરના કામો માટે રૂા.15 લાખ, વોર્ડ નં.5 માં મંગલ બાગ શેરી 1 થી 4 માં સ્ટોર્મ વોટર ડ્રેેનજ બનવવા માટે 159 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ, સીસી બ્લોક, મેટલ રોડ, વગેરે આંતરમાળખાકીય કામોના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. વોર્ડ નં.11 માં મહાપ્રભુજીની બેઠક હૈયાત સીસીરોડથી જડઘોડા થઈ હાપા માર્કેટીંગ યાર્ડ વાળા માર્ગને 190 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે. વોર્ડ નં.9 થી 16 માં ગાર્ડનના હેતુ માટે ટ્રોલી સાથે ટે્રકટર ખરીદવા માટે 17.50 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિદ્યોતેજક મંડળને રૂા. બે લાખની આર્થિક સહાય આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે રણમલ લેકની બે દુકાનો પાંચ વર્ષ માટે ભાડેથી આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, કમિશનર ડી એન મોદી, સીટી એન્જીનિયર ભાવેશ જાની, તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular