આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જયારે રાજ્ય ચૂંટણીપંચ દ્રારા ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં મહાનગર પાલિકાઓની ચૂંટણીના પ્રત્યેક ઉમેદવાર 6 લાખનો ખર્ચ કરી શકશે. જયારે નગરપાલિકાના પ્રત્યેક ઉમેદવાર 2.25 લાખનો ખર્ચ કરી શકશે. 9 વોર્ડ ધરાવતી પાલિકાના પ્રત્યેક ઉમેદવારો 1.50 લાખ ખર્ચ કરી શકશે. જીલ્લા પંચાયતના પ્રત્યેક ઉમેદવારો 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે તથા તાલુકા પંચાયતના ઉમેદવારો 2 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે.
ચૂંટણીપંચ દ્રારા જણાવવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારોએ નિર્ધારિત સમયે ચૂંટણીમાં કરેલા ખર્ચનો હિસાબ આપવો પડશે.ચૂંટણી આયોગ દ્રારા જે નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે તેનું દરેક ઉમેદવારોએ પાલન કરવાનું રહેશે. ચૂંટણીમાં ઉમેદવારો બેફામ ખર્ચ કરતા હોય છે પરંતુ તેની પણ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો ખર્ચ કરતા હોય છે તેના માટે દરેક ઉમેદવારોએ ખર્ચનો હિસાબ પણ આપવાનો રહેશે.