Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરVIDEO : જામનગરમાં LRDની તૈયારી કરી રહેલ મહિલાઓનો દ્રઢ સંકલ્પ : હવે...

VIDEO : જામનગરમાં LRDની તૈયારી કરી રહેલ મહિલાઓનો દ્રઢ સંકલ્પ : હવે તો ખાખી પહેરવી જ છે

પોતાનું બાળક મૂકીને માતા શારીરિક કસોટીની તૈયારી માટે અન્ય જીલ્લામાંથી પહોચી : બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ક્લાસ શરુ કરાયા

- Advertisement -

હાલમાં મોટી સંખ્યામાં યુવાનો લોક રક્ષક દળની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ઘણા યુવાનોએ મોંઘા મોંઘા ક્લાસ પણ શરુ કરી દીધા છે પરંતુ ઘણા યુવાનો અને યુવતીઓ એવા પણ છે જેઓની અર્થી સ્થિતિ સારી ન હોવાને કારણે યોગ્ય તાલીમ મેળવી રહ્યા નથી પરંતુ આવા સમયે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન જેવી સેવાકીય સંસ્થાઓએ મદદનો હાથ લાંબાવ્યો છે અને ગામડામાં રહેતી ગરીબ ઘરની દીકરીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ ક્લાસ શરુ કર્યા છે. આ ક્લાસમાં હાલ ફરજ બજાવતા અનુભવી ઓફિસરો દ્વારા ફિઝિકલ તથા લેખિત કસોટી માટે નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

- Advertisement -

બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન છેલ્લા 10 વર્ષથી આર્થિક રીતે નબળા ઘરના યુવક યુવતીઓ માટે એજ્યુકેશનને લગતી પ્રવૃત્તિ કરી સેવાકીય કાર્યો કરે છે જેમાં કોમ્પ્યુટર ક્લાસ, ટ્યુશન ક્લાસ, લાઈબ્રેરી, પ્રાયમરી કલાસીસ નિઃશુલ્ક ચલાવી રહી છે.

- Advertisement -

તો હાલમાં બહાર પડેલી લોક રક્ષક દળની પરીક્ષા માટે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન દ્વારા ખાસ મિશન ખાખી 2021 શરુ કરવામાં આવ્યું છે. જેમાં લેખિત, ફિઝિકલ ટ્રેનિંગની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. હાલ આ કલાસમાં 70 જેટલી ગરીબ ઘરની દીકરીઓ તાલીમ મેળવી રહી છે. એટલું જ નહીં આ દીકરીઓ માટે જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી રહેવા, જમવા તથા અન્ય લાઈબ્રેરી વગેરે જેવી જરૂરિ સુવિધા એક પણ રૂપિયા લીધા વગર પુરી પાડવામાં આવી રહી છે.

ઘણા એવા પરિવારના યુવક-યુવતીઓ છે જેઓને ખાખી પહેરવાનું સપનું હોઈ છે પરંતુ યોગ્ય સગવડતા અને પ્રેરણાને અભાવે તેઓ સફળતા મેળવી સકતા નથી ત્યારે બૌદ્ધિસત્વ ફાઉન્ડેશન જેવી સંસ્થા આગળ આવી આવા યુવક-યુવતીઓ માટે મદદનો હાથ લંબાવી સપનાઓ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular