ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને વેપારીએ એસો.ના પ્રમુખ તથા પત્રકાર ભરતભાઈ દામોદરભાઈ લાલ નામના 70 વર્ષના રઘુવંશી વૃદ્ધ પર જુની અદાવતના કારણે સલાયાના રહીશ ધીરજ જગજીવન મોદી (ઉ.વ. 40) તથા ભાવેશ જગજીવન મોદી (ઉ.વ. 35) નામના બે બંધુઓએ આજરોજ સવારે હથિયારો વડે હુમલો કરતા તેમને લોહીલુહાણ હાલતમાં વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જે અંગેની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ બનાવના અનુસંધાને સલાયાના પી.આઈ. અક્ષય પટેલ તથા સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી.
સલાયામાં વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા રઘુવંશી અગ્રણી પર કરવામાં આવેલા આ હુમલાના આ બનાવે ભારે ચકચાર જગાવી હતી.