Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ નામ ધારણ કરી તરૂણીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી શખ્સની અટકાયત

હિન્દુ નામ ધારણ કરી તરૂણીને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી શખ્સની અટકાયત

મોબાઇલ ફોનની કોલ ડિટેઇલને આધારે જામનગર પોલીસે આરોપીને મુંબઇના નાલાસોપારામાંથી તરૂણી સાથે દબોચ્યો

- Advertisement -

જામનગરની તરુણી સાથે ઇન્સ્ટાગ્રામમાં હિન્દુ નામ ધારણ કરી વિધર્મી શખ્સ દ્વારા મિત્રતા કેળવી તેને પ્રેમઝાળમાં ફસાવી તરુણીનું બે વર્ષ પૂર્વે અપહરણ કર્યું હતું. આ શખ્સને જામનગર પોલીસે મુંબઇના નાલાસોપારામાંથી તરુણી સાથે ઝડપી લઇ જામનગર લઇ આવી તેની અટકાયત કરી દુષ્કર્મ, પોકસો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે જામનગર પંથકની માત્ર સાડા બાર વર્ષની કુમળી વયની એક તરૂણી કે જે ગત તા. 25 જુલાઈ 2021ના દિવસે પોતાના ઘેરથી લાપતા બની હતી. જેથી જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં તેની ગુમ- નોંધ કરાવાઈ હોવાનું અને તેણીનું કોઈ અજ્ઞાત શખ્સ અપહરણ કરી ગયો હોવાનું જાહેર કરાયું હતું.આ અપહરણના બનાવનીસીટીસી. ડિવિઝન પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ જામનગરના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના પીઆઇ પી.બી. વાઘેલા તેમજ સ્ટાફના રણમલભાઈ ગઢવી, રાજદીપસિંહ ઝાલા, કિરણબેન અને ભાવનાબેન સહિતની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. તરૂણીના મોબાઈલ ફોનના અનુસંધાને ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન તરૂણીના પિતા દ્વારા અભ્યાસ માટે તેની પુત્રીને મોબાઇલ ફોન અપાયો 1 હતો. પિતાનો મોબાઈલ ફોન તરૂણી 1 વાપરતી હતી, અને તેણીએ ઇન્સ્ટાગ્રામમાં રાહુલ નામના યુવક સાથે મિત્રતા કેળવી હતી. જેથી પોલીસની ટુકડીએ રાહુલ નામના વ્યક્તિને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. અને તેનું સરનામું છેક ઉત્તર પ્રદેશનું હોવાનું નીકળ્યું હતું. જેથી જામનગરની પોલીસ ટુકડી ઉત્તરપ્રદેશ સુધી પહોંચી હતી. જયાં તપાસ દરમિયાન આરોપીહિન્દુ નહીં પરંતુ મુસ્લિમ હોવાનું અને તેનું નામ અલ્તાફ ઉર્ફે બબલુ ઇરસાદ અન્સારી હોવાનું જાણવા મળ્યું હતું.

જેના ઇન્સ્ટાગ્રામની ઊંડાણપૂર્વકની તપાસ કરતાં તેણે રાહુલ ઉપરાંત અન્ય બે હિન્દુ નામ ધારણ કરીને ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતીઓના સંપર્કમાં રહેતો હતો. જેમાં જામનગરની તરૂણી તેના સંપર્કમાં આવી ગઈ હતી. અને હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી લઇ તેનું 25 જુલાઈ 2021 ના દિવસે જામનગરમાંથી અપહરણ કરી ગયો હતો. અને લાપતા બન્યો હતો.આ આરોપીને શોધવા માટે પોલીસ દ્વારા વધુ કવાયત કરવામાં આવી હતી. દરમિયાન આરોપીના આધારકાર્ડ ના નંબર થી એક સીમકાર્ડ ખરીદાયું હતું. અને તે સીમકાર્ડ ચાલુ થતાં તેનું ટાવર લોકેશન મેળવવામાં આવ્યું હતું.અને ટાવર લોકેશન મુંબઈના નાલાસોપારા વિસ્તારનું મળ્યું હતું. તેથી જામનગરની પોલીસ ટુકડીએ મુંબઈમાં ધામા નાખ્યા હતા. અને આખરે પરમદિને નાલાસોપારા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો હતો. જેની સાથે તરૂણી પણ મળી આવી હતી. જે બંનેને જામનગર લઈ આવ્યા પછી તેની અટકાયત કરવામાં આવી છે. અને તેની સામે અપહરણ બાદ પોકસો એક્ટની કલમ, એસ્ટ્રોસિટીની કલમ તેમજ તરૂણી સાથે એક થી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાથી દુષ્કર્મ ગુજારવા અંગેની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે તરૂણીને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular