Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરનવજાત શિશુને તરછોડનાર નિષ્ઠુર માતા સહિતનાઓની અટકાયત

નવજાત શિશુને તરછોડનાર નિષ્ઠુર માતા સહિતનાઓની અટકાયત

- Advertisement -

જામનગર શહેરની જી. જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે નવજાત શિશુ તરછોડી દીધેલુ મળી આવતા પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી બાળકની માતા સહિત પરિવારજનોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતાં.

- Advertisement -

અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી બુધવારે રાત્રિના સમયે તાજું જન્મેલું નવજાત શિશુ બિનવારસુ મળી આવતા પોલીસે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક બનાવનો ભેદ ઉકેલવા અપાયેલી સૂચનાના આધારે ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર એચ.પી.ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, વનરાજભાઈ ખવડ, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફે મળેલી બાતમીના આધારે ન્યુ ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી યુવતીએ નવજાત બાળકને જન્મ આપ્યો હોવાનું તેમના પરિવારજનોએ રાત્રિના સમયે આ બાળકને જી. જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બાકડા પાછળ તરછોડી દીધું હોવાનું ખૂલ્યું હતું.

જેના આધારે પોલીસે યુવતીની પૂછપરછ હાથ ધરતા યુવતી સાસરેથી અઢી-ત્રણ વર્ષથી રિસામણે તેના માવતરે રહેતી હતી. જ્યાં તેણીને અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ થઈ જતાં ગર્ભવતી બની હતી અને બુધવારે પ્રસુતિની પીડા થવાથી તેના પરિવારજનો યુવતીને જી. જી. હોસ્પિટલમાં લઇ આવ્યાં હતાં. જ્યાં યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ રાત્રિના સમયે હોસ્પિટલના તબીબી સ્ટાફને જાણ કર્યા વગર જ નવજાત શિશુને હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા બાકડા પાછળ તરછોડી દઇ નાશી ગયા હતાં. જેના આધારે પોલીસે પરિવારજનો સહિત યુવતીની ધરપકડ કરી તરછોડેલા નવજાત શિશુનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular