Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

જામનગરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શન

- Advertisement -

જામનગર સહિત રાજ્યમાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના સફળ નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં સરકારના મહત્વના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી પ્રજાલક્ષી યોજનાઓ અંગે વિવિધ કાર્યક્રમો થઇ રહ્યાં છે. જેની સમાંતર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આજે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસ નિમિત્તે સામાજિક ક્રાંતિ અભિયાન કાર્યક્રમનું લાલબંગલા સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના તાઇફા અને રૂપાણી સરકારના શાસનની સફળતાના નામે સુખાકારી અને આરોગ્યમાં સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી પ્રતિક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ પાસે કાળા કપડા પહેરી સામાજિક ક્રાંતિ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આરોગ્ય અને સુખાકારી પ્રદાન કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આ તકે ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, કોર્પોરેટર નુરમામદ પલેજા, રચનાબેન નંદાણીયા, કોંગી અગ્રણી સહારાબેન મકવાણા, કરણદેવસિંહ જાડેજા સહિતના કોંગ્રેના હોદ્ેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular