Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારનિયમોનું ઉલ્લંઘન કરીને માછીમારી કરતા બેટ દ્વારકાના બોટ સંચાલકની અટકાયત

નિયમોનું ઉલ્લંઘન કરીને માછીમારી કરતા બેટ દ્વારકાના બોટ સંચાલકની અટકાયત

સપ્તાહ પૂર્વે એક ખલાસીનું મધદરિયે થયું હતું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

બેટ દ્વારકાના એક માછીમાર શખ્સ દ્વારા પોતાની બોટને અન્ય માછીમારો, ખલાસીઓને આપી માછીમારી અંગેના સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બેટ દ્વારકાના જવાબદાર મનાતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ આજથી આશરે એક પખવાડિયા પૂર્વે બેટ દ્વારકાની અલ હુસેની નામની બોટમાં સાત જેટલા ખલાસીઓ, માછીમારો બેટ દ્વારકાથી પાકિસ્તાન તરફની જળસીમામાં માછીમારી માટે ગયા હતા. અહીં બનેલી એક દુર્ઘટનામાં બેટ દ્વારકામાં રહેતા સાયર મામદ પાંજરી નામના 19 વર્ષના એક માછીમાર યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય ખલાસીઓના અપહરણ થયાની બાબતો વચ્ચે આ પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદના અનુસંધાને બેટ દ્વારકા પોલીસે બોટના સંચાલકને ઝડપી લીધો હતો. આ અંગેની વધુ વિગત મુજબ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા ઈરફાન અલાના પાંજરી નામના શખ્સ દ્વારા તેની અલ હુસેની નામની બોટમાં ગત તારીખ 15 માર્ચના રોજ કેટલાક માછીમારો ખલાસીઓને માછીમારી કરવા માટે મોકલતા વધુ ફિશિંગની લાલચમાં જોખમી દરિયાઈ માછીમારી કરવામાં આવતા આ અંગે એક આસામી દ્વારા બેટ દ્વારકા પાળ વિસ્તારમાં રહેતા ઈરફાન અલાનાભાઈ પાંજરી સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આને અનુલક્ષીને પોલીસ દ્વારા જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ઉપરોક્ત શખ્સની અટકાયત કરી હતી.

આ ઉપરાંત આ સિવાય કેટલી બોટો આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમાના નિયમોનું ઉલ્લંઘન કરી, અને અવારનવાર માછીમારી કરતા હોય તે બાબતે પણ અહીંના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ બેટ દ્વારકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લએ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા હાલ આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાં ગેરકાયદેસર રીતે કરાતી માછીમારી અંગેની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા તેના સંચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular