Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાંચ લેતા પકડાયેલા ભાટિયાના પૂર્વ મેડિકલ ઓફિસર કોર્ટમાં મુદતે હાજર ન થતા...

લાંચ લેતા પકડાયેલા ભાટિયાના પૂર્વ મેડિકલ ઓફિસર કોર્ટમાં મુદતે હાજર ન થતા ભોપાલથી અટકાયત

- Advertisement -
જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા હેલ્થ સેન્ટરના તત્કાલીન મેડિકલ ઓફિસર વર્ષ 2005 ની સાલમાં લાંચ લેતા પકડાઈ જતા તેની સામે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતમાં ધોરણસર કેસ ચાલી રહ્યો છે.
આ સમગ્ર પ્રકરણની એસીબી સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગત મુજબ જામનગર જિલ્લા એસીબી પોલીસ વિભાગ દ્વારા ભાટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પૂર્વ મેડિકલ ઓફિસર પવનસિંહ બળવંતસિંહ સિંગને વર્ષ 2005 માં લાંચ લેતા રંગે હાથ તો ઝડપી લેવામાં આવ્યા હતા. આ સંદર્ભેનો કેસ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ એન્ડ સ્પેશિયલ એસીબી કોર્ટ – દ્વારકા ખાતે ચાલી રહ્યો છે.
આ કોર્ટ કાર્યવાહી દરમિયાન પૂર્વ મેડિકલ ઓફિસર ડો. પવનસિંહ સિંગ કોર્ટની મુદતમાં હાજર રહેતા ના હોવાથી આના અનુસંધાને એસીબી કોર્ટના નામદાર જજ શ્રી પી.એચ. શેઠ દ્વારા ઉપરોક્ત આસામી સામે સીઆરપીસી કલમ 70 મુજબનું પકડ વોરંટ કરવામાં આવ્યું હતું. આના અનુસંધાને એસીબીના ગુજરાત રાજ્યના નિયામકની મંજૂરી બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા એસીબીના પી.આઈ. એ.ડી. પરમારની ટીમના કર્મચારીઓએ ભોપાલ (મધ્ય પ્રદેશ) ખાતેથી ડોક્ટર પવનસિંહ બળવંતસિંહ સિંગની અટકાયત કરી, કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular