Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશીઓ, જો તમારું સપનું ગગનને ચૂમવાનું હોય, તમને પાંખો આપશે પ્રિયા પટેલ

દેશીઓ, જો તમારું સપનું ગગનને ચૂમવાનું હોય, તમને પાંખો આપશે પ્રિયા પટેલ

- Advertisement -

- Advertisement -

પ્રિયા પટેલ નામની આ યુવતી ભારતીય મૂળની 25 વર્ષની અવકાશ વિજ્ઞાની છે. તેણીએ અમેરિકાની જગ વિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા નાસામાં તાલિમ લીધી છે અને કામ પણ કર્યું છે. આ ઉપરાંત તેણીએ યુરોપિયન સ્પેસ એજન્સીમાં પણ કામ કર્યું છે. તેણી ફુલ ફલેજડ અવકાશ યાત્રી બનવા ઇચ્છે છે. તેણી ચંદ્ર અને મંગળ પર જવા ઇચ્છે છે. તેણીએ શારદા ફાઉન્ડેશન નામની એક એનજીઓ પણ સ્થાપી છે.

અમેરિકામાં રહેતી આ યુવતી લંડન યુનિ.કોલેજની અવકાશ વિજ્ઞાનની માસ્ટર ડિગ્રી ધરાવે છે અને હાલમાં તેણી આ વિષય પર પીએચડી કરી હતી. તેણીને પીએચડી કરવા માટે જેટ પ્રોપલ્ઝન લેબોલેટરીએ સહયોગ આપ્યો છે.
પ્રિયા કહે છે : જે ભારતીય લોકો અથવા છાત્રો ટેલેન્ટેડ હોય અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવા ઇચ્છતા હોય તેઓને નાસા અને ઇએસએ મારફત તેણી અવકાશ અભ્યાસ અને કલ્ચર પૂરુ પાડશે. તેણીએ આ સ્વૈચ્છિક સંસ્થા પોતાના દાદીમાં શારદાબેનના નામથી સ્થાપી છે. તેણીએ એરોબેટિક પાયલોટ બનવાની પણ તાલીમ લીધી છે.
પ્રિયાનો જન્મ ઉતરગુજરાતના કડી ગામમાં થયો હતો અને તેણીએ ગાંધીનગરની શાળાઓમાં ભણ્યા પછી 2005માં તેણી લંડન જતી રહી હતી. જયાં તેણીએ ઇમ્પિરિયલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેણી ભરતનાટયમમાં પણ ડિગ્રી ધરાવે છે. હાલમાં પ્રિયા નાસાના પ્રિઝર્વન્સ રોવરનો વાતાવરણીય ડેટા કલેકટ કરવાની કામગીરી કરે છે.અમેરિકાનું આ મંગળયાન ગત 18 ફેબ્રુઆરોએ મંગળપર પહોંચ્યું હતું. આ અગાઉ પ્રિયા મંગળના વાતાવરણનો અભ્યાસ કરી ચૂકી છે. તેણી મંગળ રેકોનાઇઝેન્સ ઓરબિટના બોર્ડમાં કામગીરી કરી રહી છે. આ બોર્ડમાં એક ભારતીય તરીકે કામ કરવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું એમ તેણીએ ભારતીય મિડિયા સાથેની વાતચીતમાં ગઇકાલે રવિવારે જણાવ્યું હતું.

જે ભારતીય છાત્રો અથવા નાગરિકો અવકાશ વિજ્ઞાનમાં અને ખાસ કરીને અવકાશ યાત્રામાં રસ ધરાવતા હોય તેઓ માટે પ્રિયાની સ્વૈચ્છિક સંસ્થા રિસોર્સ ઉપલબ્ધ કરાવશે એમ તેણીએ જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular