Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબરડા ડુંગર વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

એલસીબીનો દરોડો : રૂા.6640નો મુદ્દામાલ કબ્જે : બુટલેગરની શોધખોળ

- Advertisement -

દેવભુમી દ્વારકા જિલ્લામાં ભાણવડ નજીક આવેલા બરડા ડુંગરના ધામણીનેશ પાસેથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

desi-daru-barrel

દરોડાની વિગત મુજબ દેવભુમી દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક આવેલાં બરડા ડુંગરની ધામણીનેશ પાસે સાંકરોજા તળાવની બાજુમાં દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હતી. આ દારૂની ભઠ્ઠી અંગેની એઅસઆઇ કેશુભાઇ, જયદેવસિંહ જાડેજા, હેકો.જીતુ હુણને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી એલસીબી પીઆઇ જે.એમ.ચાવડા, એએસઆઇ કેશુ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, હેકો.જીતુ હુણ, પોકો. ગોવિંદ કરમુર, સચીન નકુમ સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન દેશી દારૂ બનાવવાનો કાચા આથાના 200 લીટરના 100 બેરલ અને 60 લીટરના બે કેરબા મળી કુલ 3320 લીટર રૂા.6640નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

તેમજ નાશી ગયેલાં ભઠ્ઠીના સંચાલક પોપટ રામા કોડીયાતર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular