જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક તત્ત્વો ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાના આરોપી સામે પોલીસ દ્વારા કરાયેલી હદપારીની દરખાસ્તને મંજૂરી મળતાં શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં રહેલા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ લાલપુર પીઆઇ કે. એલ. ગળચર, એ.એસ.આઇ. ડી. સી. ગોહિલ, હે.કો. ટીનુભા જાડેજા, પોકો. સંદીપભાઇ હુણ, પ્રવીણભાઇ બૈડિયાવદરા, રવિભાઇ આંબલિયા, દિવ્યેશભાઇ ભીમભા સહિતના સ્ટાફ દ્વારા લાલપુરના સાનિઘ્ય પાર્કમાં રહેતા નરેન્દ્રસિંહ વનજરાજસિંહ જાડેજા નામના શખ્સ વિરૂઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં 3 ગુનાઓ નોંધાયેલા હોય જેથી પોલીસ દ્વારા નરેન્દ્રસિંહ વિરૂઘ્ધ હદપારની દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરફે મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


