હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ભારેથી ‘ખૂબ જ ભારે હિમવર્ષા’ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શ્રીનગરમાં પ્રથમ વખત ભારે હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગના નિર્દેશકે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના પરિણામે IMDએ 7 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર માટે આ રેડ એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે દેશના જવાનોનો એક વિડીઓ સામે આવ્યો છે.દેશના વીર, બહાદુર અને પરાક્રમી જવાનો ફરજ પર તહેનાત છે. દુર્ગમ પહાડોના શિખર પર, ગાઢ જંગલમાં હિમ તોફાન વચ્ચે પણ જવાનોની દુશ્મન પર બાજ નજર છે. દેશની રક્ષા કરવાનો તેમના આ જુસ્સા અને હિંમતના કારણે તેઓ ભૂલથી પણ નિષ્ફળ નથી થતા.
#india #JammuKashmir #Snowfall #indianary #video #Khabargujarat
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને તોફાન વચ્ચે સેનાના જવાનો દેશની સુરક્ષા માટે તૈનાત pic.twitter.com/PCqBCZbGxB
— Khabar Gujarat (@khabargujarat) January 8, 2022