ઉત્સવની ઉજવણીમાં જેમ લોકો સર્વપરી છે તેમ લોકશાહીમાં પણ લોકો જ સર્વોપરી છે. દિવાળીના તહેવારોમાં રંગોળી ઉત્સવોના આનંદમાં વધારો કરતી હોય છે. લોકશાહીનું પર્વ ચૂંટણીમાં મતાધિકાર ધરાવતા દરેક લોકો મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અવસર થીમ અંતર્ગત જનજાગૃતિ ચાલે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાન અંગેની જનજાગૃતિના વિષયને આવરી લઈને આકર્ષક રંગોળી મુલાકાતઓ માટે સૌ મતદાન કરે તે માટે પ્રેરિત બનશે.