Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVIDEO : જામનગર ગ્રામ્યના ખેડૂતોને પુરતી વિજળી આપવા માગણી

VIDEO : જામનગર ગ્રામ્યના ખેડૂતોને પુરતી વિજળી આપવા માગણી

જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાએ ખેડૂતોને સાથે રાખી વિજ કંપનીને કરી રજૂઆત

- Advertisement -

જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફીએ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના મુરઝાતા પાકને બચાવવા માટે તાકિદે પુરતા પ્રમાણમાં વિજળી આપવા માગણી કરી છે. ખેડૂતોને સાથે રાખી તેમણે આ અંગે વિજ કંપનીના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી આઠ કલાક સતત વિજળી આપવા જણાવ્યું છે.

- Advertisement -

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખેંચાતાં ઉભી થયેલી પિયતની જરૂરિયાતને પહોંચી વળવા માટે પર્યાપ્ત વિજળી ઉપલબ્ધ ન હોય, ખેડૂતોની હાલત કફોડી બની છે. કટકે-કટકે આવતી વિજળીના કારણે પુરતા પ્રમાણમાં પાણી પંપીંગ નહીં શકતાં ખેતરમાં પાણી પાહોંચાડી શકાતું નથી. જેને કારણે ખેડૂતોનો પાક બળી જવાની દહેશત ઉભી થઇ છે. આવી સ્થિતિમાં પાક બચાવવા માટે ખેડૂતોને સતત આઠ કલાક વિજળી મળે તે જરૂરી છે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે. ખેડૂતોએ વિજળીની માગ કરતાં પોસ્ટરો સાથે વિજ કંપનીએ રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular