Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસલાયા ફિશરમેન એસો. દ્વારા ઓનલાઇન ટોકન પ્રક્રિયા મોકૂફ રાખવા માગણી

સલાયા ફિશરમેન એસો. દ્વારા ઓનલાઇન ટોકન પ્રક્રિયા મોકૂફ રાખવા માગણી

મત્સ્યોદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ

- Advertisement -

સલાયા ગામનું અર્થતંત્રાનો મુખ્ય આધાર ફિશીંગ(માછીમારી) છે. સલાયાના મારછીમાર ભાઇઓ માંથી 90 ટકા માણસો અભણ છે. હાલમાં સરકાર દ્વારા ફિશીંગ માટે જવા ઓનલાઇન ટોકન લેવાનો નિર્ણય લેવાયો હોય સલાયાના નિરક્ષર મારછીમારોને ખુબ જ મુશ્કેલી પડે છે. આ માટે સલાયા ફિશરમેન એસો. દ્વારા ગુજરાત રાજયના મત્સ્યોધોગ મંત્રી જીતુભાઇ ચૌધરીને આ ઓનલાઇન ટોકન લેવાની પ્રક્રિયા મોકુફ રાખવા રજૂઆત કરી હતી. તેમજ ચાલુ વર્ષે વારંવાર વાવાઝોડોની આગાહી તેમજ ખરાબ હવામાન જેવા કારણોને લીધે માછીમારી વ્યવસાય બંધ રહ્યો છે તથા ડિઝલના ભાવ વધારો તેમજ અન્ય મોઘવારીના લીધે મારછીમારોની હાલત કફોડી બની છે. જેથી મારછીમાર ભાઇઓને જુન મહિના સુધી ફીશીંગ કરવાની મંજુરી આપવા પણ એસો.ના પ્રમુખ નજીર આદમ જસરાયાએ મંત્રી સમક્ષ માગણી કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular