Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર બાર એસોસિએશન દ્વારા એડવોકેટ હારૂન પલેજાની હત્યાની યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી...

જામનગર બાર એસોસિએશન દ્વારા એડવોકેટ હારૂન પલેજાની હત્યાની યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ – VIDEO

જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

- Advertisement -

જામનગરના વકીલ હારુન પલેજાની હત્યાની યોગ્ય તપાસ કરવાની માંગણી સાથે જામનગર બાર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આવેદન પત્રમાં જણાવ્યું છે કે, જામનગરમાં ગત તા.13/3/2024 ના રોજ વકીલ હારૂનભાઈ પલેજાની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. તેઓ પોતાના કલાઈન્ટની ફરિયાદ પક્ષે વિથ પ્રોસીકયુશન વકીલ તરીકે રોકાયેલા હતાં. જેનો ખાર રાખી તેમની નિર્મમ ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ અગાઉ પણ જામનગર બારના વકીલ સ્વ. કિરીટભાઈ જોશીની વર્ષ 2018 માં સરાજાહેર ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જામનગર તથા ગુજરાતના જુદા જુદા શહેર-જિલ્લાઓમાં અનેક વખત વકીલો ઉપર જીવલેણ હુમલાઓ થયા છે. અગાઉ પણ હારૂનભાઈને ધાક-ધમકી આપવામાં આવી હતી અને તે અંગે ફરિયાદ પણ કરાઇ હતી. આથી આ અંગે હત્યારાઓને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહીથી કડક સજા અપાવવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

હાલમાં વકિલોને ટાર્ગેટ કરી છાશવારે હુમલા થતા હોય હત્યા કરવામાં આવતી હોય વકીલો લોકશાહીનો ચાર સ્તંભ પૈકીનો એક સ્તંભ હોય તેઓ પોતાની વ્યવસાય ફરજો ન્યાય પૂર્ણ ડર અને ભય વિના ફરજ બજાવી શકે તે માટે કોર્ટ પ્રીમાઈસીસમાં પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવા તેમજ કોઇ ધાક-ધમકી કે હુમલાની વકીલની ફરિયાદ ઉપર પોલીસ તરફથી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા પણ માંગણી કરવામાં આવી છે.

જામનગર બાર એસોસિએશનન પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી દિપકભાઇ, ટ્રેઝરર ઋત્વી રાવલ, લાઈબ્રેરી સેક્રેટરી બી.એ. ત્રિવેદી સહિતના એસોસિએશનના હોદ્ેદારો સભ્યો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular