જામનગર શહેરમાં નાગનાથ ગેઇટથી ગાંધીનગર સુધીના રોડની ડી.પી.કપાતની અમલાવારી કરાવવા વેપારી અગ્રણી કેતનભાઇ બદીયાણી દ્વારા મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી રજુઆત કરી છે.
જામનગરમાં ડી.પી.કપાતની અમલવારી કરાવા અંગે વેપારી અગ્રણી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગરના વિકાસ માટે નાગનાથ ગેઇટથી ગાંધીનગર સુધીના રોડની ડી.પી.કપાતની અમલવારી અંત્યત જરૂરી છે. આ ડી.પી.કપાત થી 20 થી 30 હજાર લોકો એ રોડનો ઉપયોગ કરી શકશે અને તેનાથી પી.એન.માર્ગ અને જામનગર શહેરની ટ્રાફિક પણ ઓછી થશે. વર્ષો પૂર્વે જે રીતે શહેરમાંથી પસાર થતો ઇન્દિરા રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને જે રીતે અત્યારે તેનો ઉપયોગ થાય છે, તે જ રીતે બેડેશ્વર, ગાંધીનગર, પટેલ કોલોની, સ્વામિનારાયણનગર નવાગામઘેડ અને રામેશ્વરનગર સહિતના વિસ્તારોમાં રહેતાં અસંખ્ય લોકોને સરળતા રહેશે અને આ રોડ પરથી અવર-જવર કરવા માટે જીવાદરો બની રહેશે. તેમજ આ રોડ ઉપર રહેતાં આસામીઓને પોતાના ઘરનો કોમર્શિયલ ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકશે.