જામનગરના ગુલાબનગર મસ્તાનવાઝા વાસ નવનાલા પાસે રહેતાં નાગરિકોને ગટરના ગંદા પાણીના નિકાલના અભાવે થતી મુશ્કેલી અને રોગચાળાનો ભય હોય, તાત્કાલિક ધોરણે ગટરની વ્યવસ્થા કરવા હુલીમાબેન તથા તાહિરાબેન સહિતના નાગરિકોએ જામનગર મહાનગરપાલિકાની કચેરીએ વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવ્યું હતું.
અરજદારો દ્વારા કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં ગટરની વ્યવસ્થા ઘણાં સમયથી નથી. જેના કારણે રોગચાળો થવાની શકયતા છે અને જાનહાનીનો પણ ભય હોય, આ વિસ્તારના નાગરિકો તથા નાના બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેમજ બિમારી પણ વધી રહી છે. આથી ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે ગટરની વ્યવસ્થા કરવા માંગણી કરી છે.