જામનગરના વોર્ડ નં.6માં આવેલ બાલાજી પાર્ક મેઇન રોડ, એરફોર્સથી ઢીંચડા જતો રસ્તો, દ્વારકાધીશ સોસાયટીનો રસ્તો, તિરૂપતિ પાર્કનો રસ્તો સહિતના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષથી ભૂર્ગભ ગટર અને અન્ય કામગીરી માટે રોડ તોડવામાં આવ્યા બાદ પેચવર્કની કામગીરી થઇ ન હોય વોર્ડ નં.6ના કોર્પોરેટર ફુરકાન શેખની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તાત્કાલીક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી હતી.


