Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓ દ્વારા પગાર વધારા અને મહેકમમાં સમાવેશ કરવા માંગ

જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓ દ્વારા પગાર વધારા અને મહેકમમાં સમાવેશ કરવા માંગ

કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

- Advertisement -

મહાનગરપાલિકામાં દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રિયશહેરી આજીવિકા મિશન હેઠળ ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા પગાર વધારો અને કાયમી ધોરણે નિમણુંક આપવા તથા મહેકમમાં સમાવેશ કરવા સહિતના પ્રશ્ર્ને કમિશનર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રિય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ફરજ બજાવતાં મેનેજર, સમાજ સંગઠકો, ઓપરેટર અને અન્ય સ્ટાફ દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તેઓ વર્ષ 2013 થી ફરજ બજાવી રહયા છે. તેઓને જયારથી નિમણુંક મળી છે ત્યારથી તેમને મળતાં માસિક પગારમાં વધારો કરવામાં આવેલ નથી. આથી પગાર વધારાનો લાભ આપવા તેમજ તેમની જગ્યાની કાયમી ધોરણે નિમણુંક આપવા તથા મહેકમમાં સમાવેશ કરવા માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular