પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરબદલીના કેમ્પો કરવા જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં જ ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલી માટે જીલ્લા આંતરિક અને તાલુકા આંતરિક બદલીના કેમ્પો પૂર્ણ કર્યા છે. હવે માત્ર જીલ્લા ફેરબદલીના કેમ્પો જ બાકી છે. આ કેમ્પો દિવાળી પહેલા જ યોજવામાં આવે તો ઘણા શિક્ષકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં દિવાળીના તહેવારનો ખરો આનંદ માણી શકે.
રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પણ જાહેરાત કરવામાં આવી છે, જે ખુબ જ આવકારદાયક છે. શાળાઓમાં ખુટતા પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ઘણી જ સુવિધા ઉપલબ્ધ થશે અને રોજગારી તથા શિક્ષણ વધશે તેમાં કોઈ શંકા નથી પરંતુ જિલ્લા બહાર ઘણા સમયથી જે શિક્ષકો સંનિષ્ઠતાથી ફરજ બજાવે છે અને એ ાહાં છે કે નિયમાનુસાર આપણા વિસ્તારમાં જગ્યાઓ ખાલી છે ત્યાં આપણી બદલી થાય તો શિક્ષણની સાથો સાથે પરિવારને પણ સંભાળી શકાય તેઓને આ ખાલી જગ્યાઓ ભરાવાથી તક ચૂકાય જાય તેવી પુરી શકયતાઓ છે.
શિક્ષકોની જિલ્લા ફેરબદલી બાદ ખૂટતી જગ્યાઓ પર સરકાર નવી ભરતી કરે તે ઈચ્છનીય છે જેનાથી હાલ કામ કરતા શિક્ષકો અને નવા નિમણૂંક પામનાર શિક્ષકો એમ બન્નેને ફાયદાકારક છે. વિશેષમાં મહિલા કર્મયોગીઓને ઘણો ફાયદો થાય તેમ છે.
જિલ્લા ફેરબદલીના નિયમોમાં પણ સમયની માંગ અનુસાર પરિવર્તન/સુધારો કરવાની જરૂરિયાત છે, કારણ કે જિલ્લા ફેરબદલીનો લાભ હાલ સમગ્ર ફરજ દરમ્યાન માત્ર એક જ વખત મળે છે અને એ તક કોઈ ટેકનીકલ કારણોસર જતી રહે તો કર્મચારીને કાયમ પોતાના પરિવારથી દૂર રહી ના છૂટકે ફરજ બજાવવી પડે છે, જે ધ્યાને લેવા પણ રજૂઆત કરાઇ છે.
હાલ ઘણા કિસ્સાઓ એવા પણ છે કે જે શિક્ષકોની બદલી થયેલ છે તેઓને એક વર્ષ જેટલો સમય વિત્યા છતાં હજુ સુધી છુટા કરવામાં આવ્યા નથી, જેના કારણે પણ કર્મચારીઓને બદલી થયા છતાં લાભ મળેલ નથી, જે પણ ધ્યાને લઈ, તત્કાલ આવા કર્મચારીઓને ન્યાય મળે તે અંગે યોગ્ય કરવા તેમજ તત્કાલીન ભાજપ સરકારના શિક્ષણ વિભાગે મહિલા અને દિવ્યાંગ કર્મચારીઓને એક વર્ષ પછી બદલીનો લાભ મળવા પાત્ર થશે તેવો સૈધાંતિક સ્વિકાર કરેલ, પરંતુ કોઈ કારણોસર તેનો અમલ થયેલ નથી, તો આ અંગે પણ વિચારણા કરી ઘરથી દૂર રહેતા મહિલા કર્મારીઓ અને દિવ્યાંગોને લાભ અપાવવા ણ રજૂઆત કરાઇ છે.


