Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબકરી ઈદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં સફાઈ કરાવવા માંગણી

બકરી ઈદ નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં સફાઈ કરાવવા માંગણી

વોર્ડ નં.12ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત

- Advertisement -

આગામી તા.10 ના રોજ બકરી ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં ડસ્ટબીન મૂકવા તેમજ કચરો ઉપાડવાની ગાડીઓ આપવા વોર્ડ નં.12 ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, તા.10 ના રોજ બકરી ઈદ (ઈદ ઉલ અઝાહ) ના તહેવાર નિમિત્તે જામનગર શહેરના મુસ્લિમ વિસ્તારોની મુખ્ય જગ્યાઓમાં સાફ સફાઈ કરાવવા અને અન્ય ઝોનમાંથી વધારાના સફાઈ કામદારો તેમજ વધારાની કચરા ગાડીઓ અને ખુલ્લા ટે્રકટરોની વ્યવસ્થા કરી આપવા અને ખાસ કરીને હાલ ચોમાસાની સીઝન હોય મુસ્લિમ વિસ્તારોમાં આવેલ તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારમાં નમાઝ અદા કરવા જતાં હોય ત્યારે ભૂગર્ભ ગટરો અને કચરાના પોઈન્ટો સફાઈ વહેલાસર કરાવી આપવા એસએસઆઈઓને સુચના આપવા તેમજ ઇદ, વાસીઇદ અને તરવાસીઈદ એમ ત્રણ દિવસ સુધી કુરબાની થતી હોય આ તમામ વ્યવસ્થા ત્રણ દિવસ સુધી કરી આપવા માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular