દેશમાં કોટનના ભાવમાં તીવ્ર તેજીને જોતાં કોટન વપરાશકાર ઉદ્યોગોએ કોટન ફ્યૂચર્સના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. કેટલાક ઉદ્યોગકારોએ 75,000ની ભાવ સપાટીએ ભારતીય કોટન વૈશ્વિક સ્તરે મોંઘું જોવા મળે છે. ભાવમાં તીવ્ર વૃદ્ધિને કારણે સ્પિનિંગ મિલ્સના માર્જિન ગયા વર્ષના વિક્રમી સ્તર સામે 40- 50 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. જોકે વર્તમાન ભાવે પણ તેઓને પ્રોફ્ટિ મળી રહ્યો છે.
ટ્રેડ વર્તુળો માને છે કે કોટનના ભાવમાં જોવા મળેલી વર્તમાન તેજી ફંડામેન્ટલ્સ કરતાં સટ્ટા પ્રેરિત વધુ છે. કેમકે દેશમાં 3.4 કરોડ ગાંસડીનો પાક થવાની પૂરી શક્યતાં છે. 60 લાખ ગાંસડીનો હતો અને તેથી આટલી મોટી તેજી સંભવ નથી. વૈશ્વિક બજારની સરખામણીમાં સ્થાનિક બજારના ભાવ વધુ પડતાં વધી ગયા છે અને તેને કારણે હાલમાં દેશમાંથી કોટન નિકાસની શક્યતા પણ નહિવત છે.