જામનગર શહેરમાં નવા ભરેલ નગર સીમ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા ટેકસ વસૂલવામાં આવતો હોવા છતાં સફાઈ કર્મચારીઓ ફાળવવામાં આવતા નથી. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા પૂર્વ વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમજ જો સફાઈ કામદારો ફાળવવામાં નહીં આવે તો નાગરિકનોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં નવા ભરેલા નગરસીમ વિસ્તારોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાવાળા ત્રણ-ચાર દિવસે કચરો લેવા માટે આવે છે. એક પણ શેરીઓ-ગલ્લીઓ કે મેઈન રોડ વાળવા માટે સફાઈ કામદારો ફાળવવામાં આવ્યાં નથી. આ નવી ભળેલી સોસાયટીના લોકો 2013 થી ટેકસ મહાનગરપાલિકાને ચૂકવે છે છતાં સફાઈ કામદારો ડયુટી મુજબ નિમણૂંક કર્યા નથી. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.