જામનગર થી ધોરાજી પરના હાઇ-વે ઉપર તથા અકસ્માતથી અમુલ્ય જીંદગી બચાવવા અંગે કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ હારૂન પલેજા દ્વારા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પુનમબેન માડમ,ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયાએ પત્ર લખી રજુઆત કરી છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, જામનગરથી ધોરાજી તરફ જતાં માર્ગમાં અવાર-નવાર અકસ્માતો થતા રહે છે. જામનગરથી કાલાવડ તાલુકાના ખિજડીયા સુધીના રોડ ઉપર પ્રસાર થતાં પ્રવાસીઓને આ રસ્તામાં આવતી ગોલાઇઓ અને રસ્તાની અનધડ ડિઝાઇનોના કારણે એક વાર તો આ રસ્તા ઉપર મોતની પ્રતિતિના થાય તેવું બનતું નથી. આ રોડના કારણે અકસ્માતથી વાર્ષિક 150થી વધારે મૃત્યુ અને અપંગતતાના કિસ્સાઓ બનતા હોય છે. અકસ્માતના કારણે અમુલ્ય જીંદગી જોખમાતી અટકાવવા રાજય સરકાર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.
જામનગરથી કાલાવડ અને ધોરાજી જતા રોડ રાજયધોરી માર્ગ હોય અકસ્માત નીવારવા લોકોની જાનમાલની સલામતીને ધ્યાને લઇ આ અંગે યોગ્ય પગલાં લેવાં રજુઆત કરવામાં આવી છે.


