Monday, December 23, 2024
Homeવિડિઓજમીન માંપણીમાં રહેલી ભૂલો સુધારવા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મંત્રી દ્વારા માંગ

જમીન માંપણીમાં રહેલી ભૂલો સુધારવા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મંત્રી દ્વારા માંગ

- Advertisement -

જામનગર જિલ્લામાં અંદાજીત પાંચ વર્ષ પૂર્વે જમીન માંપણી કરવામાં આવી હતી. પરંતુ જ્યારથી આ જમીન માંપણી થઇ ત્યાર થી ખેડૂતોમાં અનેક ફરિયાદો ઉઠી છે. અને ખેડૂતો આ જમીન માંપણી માં રહેલી વિસંગતતા દુર કરી રી સર્વે કરવા માંગણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ દ્વારાપણ આ અંગે રજૂઆત કરી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મંત્રી ભરતભાઈ પરમાર દ્વારા પણ આ અંગે અનેક વખત રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ખેડૂતોની મૂળ જમીન ક્યાં ને ક્યાં બોલે છે એક બીજા ખેડૂતોના જમીનના નકશામાં ફેરફાર આવ્યા છે તેમજ જમીન ના ક્ષેત્રફળમાં ફેર આવ્યા છે આથી જમીન માંપણીમાં સુધારો કરવા માંગણી કરાઈ રહી છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મંત્રી ભરતભાઈ પરમાર, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, મેઘજીભાઈ આર.સી.ફળદુ, ચીમનભાઈ સાપરિયા, મેઘજીભાઈ ચાવડા, સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્રણત્રણ મુખ્યમંત્રી બદલાવા છતા હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી આથી આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular