Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદુષ્કર્મ કેસમાં ખોટી જુબાની આપનાર જામ્યુકોના સિક્યુરીટી ઓફિસર સામે પગલાં લેવા માગણી

દુષ્કર્મ કેસમાં ખોટી જુબાની આપનાર જામ્યુકોના સિક્યુરીટી ઓફિસર સામે પગલાં લેવા માગણી

વર્ષ 2021માં બનાવ દરમિયાન સંગમબાગ બંધ હોવાની ખોટી માહિતી આરટીઆઇ હેઠળ અને જુબાનીમાં આપી : સરકારી વકીલ દ્વારા કમિશનરને પત્ર લખી કડક કાર્યવાહી કરવા રજૂઆત

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષ 2021માં બનેલી દુષ્કર્મની ઘટનામાં રણજીતસાગર રોડ પર આવેલા સંગમબાગની વિગતો માંગવામાં આવી હતી જે વિગતો મહાપાલિકાના સિક્યુરિટી ઓફિસરે ખોટી માહિતીઓ અને જુબાની આપી હતી જે સંદર્ભે સરકારી વકીલ કમિશનરને ખોટી જુબાની આપનાર કર્મચારી સામે પગલા લેવા લેખિત રજૂઆત કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં વર્ષ 2021માં સગીરા ઉપર ત્રણ શખ્સો દ્વારા આચરેલા દુષ્કર્મના બનાવ અંગેના કેસ પોકસો અદાલતમાં ચાલી રહ્યો હતો. તે દરમિયાન સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ અનિલ મહેતા દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલિલોમાં આરોપી વકીલો દ્વારા ગુનાનું સ્થળ સંગમબાગ બનાવના દિવસે બંધ હોવાની દલીલ બાદ ફરિયાદી પક્ષ દ્વારા માહિતી અધિકાર નિયમન હેઠળ અરજી કરાતાં સંગમબાગ બનાવના દિવસે ખુલ્લો હતો કે બંધ તે અંગેની માહિતી માગવામાં આવી હતી. આ માહિતી આપના એક સિક્યુરીટી ઓફિસર સુનિલ ભાનુશાળીએ ગત તા. 16, 17 માર્ચ-2021ના દિવસે કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો હોવાનું તેમજ સ્ટાફ પણ અન્ય જગ્યાએ ફાળવવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.

જેના આધારે ઉલ્ટ તપાસ માટે જામ્યુકોના સિક્યુરીટી ઓફિસરને જુબાની માટે સરકારી વકીલ દ્વારા અદાલતની મંજૂરી માગવામાં આવી હતી. જે અદાલતે મંજૂર રાખી હતી અને સિક્યુરીટી ઓફિસર સુનિલ ભાનુશાળીની આરટીઆઇમાં આપેલી વિગતો સંદર્ભે જુબાનીમાં ખોટી વિગતો તેમજ માહિતી અધિકાર મુજબ પણ ખોટી વિગતો આપી હોવાનું સરકારી વકીલ દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું હતું. ઉલટ તપાસમાં મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીએ સગીરા પર દુષ્કર્મ જેવા ગંભીર બનાવમાં ખોટી જુબાની અને માહિતી અધિકારમાં ખોટી વિગતો આપનાર સુનિલ ભાનુશાળી સામે કડક પગલા ભરવાની મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી સમક્ષ મદદનિશ સરકારી વકીલ ભારતીબેન વાદી દ્વારા માગણી કરવાની લેખિત રજૂઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular