મની લોન્ડરીંગના કેસમાં ઇડી દ્વારા ધરપકડ કરાયેલાં અને લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હી સરકારના જેલમંત્રી સત્યેન્દ્ર જૈનનો જેલમાં જલસાના સીસીટીવી ફુટેજ સામે આવતાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હી નગર નિગમની ચૂંટણી સમયે આપના જેલમંત્રીના વિડીયો સામે આવતાં ભાજપને મોટો મુદો મળી ગયો છે. તો બીજી તરફ જેલ નિયમોના ઉલ્લંઘન અંગે ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને જેલમંત્રીને તાકિદે મંત્રી પદેથી હટાવવાની માંગણી કરી છે.
#WATCH | CCTV video emerges of jailed Delhi minister and AAP leader Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/MnmigOppnd
— ANI (@ANI) November 19, 2022
દિલ્હીની તિહાર જેલમાંથી કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ મસાજ કરાવતા જોવા મળી રહા છે. આ સાથે ભાજપે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કથું કે આપ સરકારે જેલના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને સજાને બદલે સત્યેન્દ્ર જૈનને સંપૂર્ણ વીવીઆઇપી મજા આપવામાં આવી રહી છે. તિહારની જેલને મસાજ પાર્લર બનાવી દીધુ છે.
તિહાર જેલમાં આપ મંત્રી સત્યેન્દ્ર જૈન માટે બેડ ગોઠવવામાં આવ્યો છે. સત્યેન્દ્ર જૈન તેના પર આરામથી સૂઇ રહ્યાં છે અને એક વ્યકિત તેને મસાજ આપી રહ્યો છે. સીસીટીવી વિડીયોથી સ્પષ્ટ થઇ ગયું છે કે આપ મંત્રી સત્યેન્દ્ર જૈનને સામાન્ય કરતાં વધુ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
આ અંગે આમ આદમી પાર્ટી તરફથી પણ પ્રતિક્રિયા આવી છે તેમણે કહયું કે, સત્યેન્દ્ર જૈનને જેલમાં એકયુપંચર થેરાપી આપવામાં આવે છે. નિયમ અનુસાર જેલમાં કોઇને પણ જે પ્રકારની સારવારની જરૂરિયાત ઉભી થાય તે આપવાની જોગવાઇ છે. જૈનની તબિયત બગડતાં તેમને સારવાર આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઇડીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. -2એ આરોપ લગાવ્યો હતો કે તિહાર જેલમાં સતેન્દ્ર જૈનને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. ઇડીએ સત્યેન્દ્ર જૈન સાથે સંબંધિત તમામ ડેટા ગૃહ મંત્રાલયને પણ આપ્યા હતા. ઇડીનો આરોપ છે કે સત્યેન્દ્ર જૈન જેલ અધિકારીઓની મિલી ભગતથી તિહાર જેલમાં રહીને સુવિધાઓનો લાભ લઇ રહો છે. આ પછી ગૃહ મંત્રાલયે આ મામલે દિલ્હી સરકારના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.