એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના એનેટોમી વિભાગ દ્વારા દેહદાન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સવારે રણમલ તળાવ ખાતે મેડિકલ કોલેજના એનેટોમી વિભાગ દ્વારા દેહદાન જાગૃતિ સ્ટોલ રાખવામાં આવ્યા હતાં. જેમાં લોકોને દેહદાન અંગે પત્રિકા વિતરણ કરી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ દેહદાન કરવા માટે ફોર્મ/સંકલ્પપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજરોજ સાંજે દેહદાન જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાટય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રણમલ તળાવ ખાતે એનેટોમી વિભાગ દ્વારા ડોકટરો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને દેહદાન અંગે માહિતગાર કરી માર્ગદર્શન પુરું પાડયું હતું.