Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયદેશનું સંરક્ષણ ઉત્પાદન રૂા.એક લાખ કરોડને પાર

દેશનું સંરક્ષણ ઉત્પાદન રૂા.એક લાખ કરોડને પાર

- Advertisement -

યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે અને ચારેબાજુ દેશની યશગાથા ગાવામાં આવી રહી છે. આ યુદ્ધ જહાજના નિર્માણમાં ખજઈંએ મુખ્ય ભૂમિકા ભજવી છે, સાથે જ તેઓએ આ ક્ષેત્રે જોડાયેલી મહિલાઓની પણ પ્રશંસા કરી. તેમણે હિંદ-પ્રશાંત મહાસાગરમાં નિયમ આધારિત પ્રાદેશિક પ્રણાલીને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો.ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન પહેલીવાર એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. નવનિર્મિત યુદ્ધ જહાજ મહેન્દ્રગિરી નેવલ હેરિટેજ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતા સાથે બનાવવામાં આવ્યું છે.
આ યુદ્ધ જહાજનું નામ ઓડિશાના પૂર્વ ઘાટમાં આવેલ પર્વત શિખર મહેન્દ્રગિરી પરથી રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17અ હેઠળ ભારતીય નૌકાદળનું આ 7મું સ્ટીલ્થ યુદ્ધ જહાજ છે. ‘આત્મા નિર્ભારત’ પહેલને અનુરૂપ, પ્રોજેક્ટ 17અ જહાજો હેઠળના સાધનો અને સિસ્ટમ્સ માટેના નોંધપાત્ર 75% ઓર્ડર સ્વદેશી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવ્યા છે, જેમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular