26મી જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલન વખતે અમુક શખ્સો લાલ કિલ્લામાં ઘુસી ગયા હતા. અને એક શખ્સે લાલ કિલ્લા પર જ્યાં તિરંગો ફરકાવવામાં આવે છે. તે જગ્યાએ ધાર્મિક ધ્વજ ફરકાવી દીધો હતો. આ ઘટનાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુને શોધી કાઢવા પર પોલીસે 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. આજે રોજ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે દીપ સિદ્ધુની ધરપકડ કરી લીધી છે.
દીપ સિદ્ધુ લાલ કિલ્લા બાદની ઘટનાથી ફરાર હતો. પોલીસ તેની સતત તપાસ કરી રહી હતી. પરંતુ તે સોશિયલ મીડિયા પર સક્રિય હતો. અને સોશિયલ મીડિયા પર દીપ સિદ્ધુએ એક વિડીયો પણ અપલોડ કર્યો હતો. પરંતુ આ વિડીયો અમેરીકા માંથી એક મહિલાએ પોસ્ટ કર્યો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. લાલ કિલ્લાની હિંસા બાદ 15 દિવસથી ફરાર આરોપી દીપની મંગળવારે વહેલી સવારે દિલ્હીના સ્પેશિયલ સેલે ધરપકડ કરી લીધી છે. દીપ સિદ્ધુની ધરપકડ ક્યાંથી કરવામાં આવી તે હજુ સુધી પોલીસે સ્પષ્ટ કર્યું નથી.
26 જાન્યુઆરીના ઉપદ્રવીઓની ભીડને લાલ કિલ્લા પર પહોંચાડી તોફાન કર્યું હતુ અને પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. પ્રાચીર પર નિશાન સાહિબ લહેરાવાની ઘટનાની દેશભરમાં ટીકા થઇ હતી. ખેડૂત સંગઠનોએ પોતાને આ ઘટનાથી અલગ કરતા દીપ સિદ્ધુને જવાબદ ગણાવ્યો હતો. આ સાથે આરોપ લગાવામાં આવ્યો હતો કે સિદ્ધુ ભાજપનો માણસ છે.