Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હવે આટલા કેસ એક્ટીવ

ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હવે આટલા કેસ એક્ટીવ

- Advertisement -

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7,447 નવા કેસના નોંધાયા છે.  અત્યાર સુધી ભારતમાં 3,47,26,049 લોકો કોરોના સંક્રમિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ભારતમાં કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીઓની સંખ્યા વધીને 4,76,869 થઇ છે. છેલ્લા 50 દિવસથી સંક્રમણના દૈનિક કેસો 15,000થી ઓછા રહ્યા છે.

- Advertisement -

ઓમીક્રોન વેરિયન્ટના કેસ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં હવે 86,415 એક્ટીવ કેસ છે. દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 135.99 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં આજે મૃત્યુ પામેલા 391 દર્દીઓમાંથી કેરળમાં 320 અને મહારાષ્ટ્રમાં 19 લોકોના મોત થયા છે. કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની વાત કરવામાં આવે તો આજે દિલ્હીમાં એકી સાથે 10 કેસ નોંધાતા કુલ આંકડો 97 પર પહોચ્યો છે.

છેલ્લા 50 દિવસથી કોરોના સંક્રમણના દૈનિક કેસો 15,000થી ઓછા રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ સંક્રમીત કેસના 0.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.38 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 830નો ઘટાડો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular