Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીય9મી મે, રશિયા-યુક્રેન યુધ્ધ માટે નિર્ણાયક દિવસ

9મી મે, રશિયા-યુક્રેન યુધ્ધ માટે નિર્ણાયક દિવસ

- Advertisement -

દુનિયા આખીના અર્થતંત્રો પર અસર કરનારા અને આંતર રાષ્ટ્રીય રાજકારણમાં ધરખમ ફેરફાર લાવનારા રશિયા-યુક્રેન યુધ્ધને 70 દિવસ જેટલો સમય પસાર થયો છે. આ યુધ્ધ આટલું લાંબુ ચાલશે તેની કોઇએ કલ્પના કરી ન હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને આને મિલિટરી ઓપરેશન ગણાવ્યું હતું જેનો હેતુ યુક્રેનમાં સત્તા પરીવર્તનનો હતો પરંતુ તેમાં હજુ સુધી સફળતા મળી નથી.

- Advertisement -

અમેરિકા અને નાટો દેશોને યુક્રેનનું સમર્થન હોવાથી રશિયા માટે યુધ્ધ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ન્યૂકલિયર અને ત્રીજા વિશ્ર્વ યુધ્ધનું નિમિત બની શકે તેવું આ યુધ્ધ કયારે પુરૂં થશે તે કોઇ કહી શકે તેમ નથી. છેલ્લા કેટલાક સમયથી 9 મે એ સસ્પેન્સ ઉભું કર્યુ છે. 9 મી મે રશિયાના ઇતિહાસમાં મહત્વની તારીખ છે. 1945માં નાઝી જર્મની પર સાથી દળોની જીતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ અંગે બે અટકળો ચાલી રહી છે.
એક તો આ દિવસે રશિયા યુક્રેન પરની કાર્યવાહીનો અંત આણી શકે છે. બીજી એક માહિતી મુજબ રશિયા યુક્રેન પરની કાર્યવાહીને આ દિવસે પૂર્ણ કક્ષાના યુધ્ધમાં ફેરવી શકે છે. જો કે રશિયાની નેવી ફોર્સની એકટિવિટી વધી રહી છે અને બ્રિટનને પણ ધમકી મળી રહી છે.

ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાવા ઉત્સૂક છે એવા સંજોગોમાં યુક્રેન કાર્યવાહીનો નિષ્ણાતોને તાત્કાલિક કોઇ અંત જણાતો નથી. યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમેર ઝેંલેસ્કીએ અમેરિકા પાસે એફ -16 જેવા ઘાતક યુધ્ધ વિમાનોની માંગણી કરી છે તે જોતા યુક્રેન પણ યુધ્ધનો જલદી થાય તેમ માનતું નથી.

- Advertisement -

યુક્રેનના યુધ્ધ નિષ્ણાતોએ યુધ્ધ હજું કેટલું ચાલશે તેની જે આગાહી કરી છે તે ચોંકાવી નાખે તેવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાનું આક્રમણ હજુ 4 મહિના સુધી ચાલવાનું છે. જેને સ્પેશિયલ મિલિટરી ઓપરેશન માને છે તેનો સપ્ટેમ્બર મહિના પહેલા અંત આવે તેમ જણાતું નથી. રશિયા હજુ મારિયુપોલ અને ડોનબાસના વિસ્તારોને પણ એક બીજાથી જોડવા ઇચ્છે છે. રશિયાની યુક્રેનમાં આ ખૂબજ લાંબા ગાળાની યોજના છે. આમ રશિયા અને યુક્રેન યુદ્ધનો પ્રશ્ર્ન યુક્રેનવાસીઓ અને દુનિયાને હજુ પણ લાંબા સમય સુધી પજવતો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular