સુરતના લખનપુર વિસ્તારમાં રહેતો યુવાન બસ દ્વારા ઓખા આવ્યો હતો અને ત્યાં આર કે જેટી વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે વાય આવતા પડી જવાથી ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. ખંભાળિયામાં રહેતા વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ સુરતના લખનપુર વિસ્તારમાં રહેતા ઉકાભાઈ ખાલપભાઈ રાઠોડ નાના 40 વર્ષના યુવાન પોતાના વતનમાંથી બસ મારફતે ઓખા આવ્યા હતા. ત્યારે તા. 25 મીના રોજ આર.કે. જેટી વિસ્તારમાં તેમને વાય આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેમને માથાના ભાગે ઈજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
બીજો બનાવ, ખંભાળિયાના શાંતિનિકેતન વિસ્તારમાં રહેતા અશોકભાઈ હરજીભાઈ વાઘેલા નામના 60 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.