જામનગરની જી.જી.હોસ્પિટલમાં વૃદ્ધનું ટી.બી તથા અન્ય બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના બેડેશ્વર માં રહેતા યુવાનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત મુજબ, મોજગીરી સંતોષગીરી (ઉ.વ. 65) નામના વૃદ્ધને આશરે ત્રણેક મહિનાથી ટી.બી અને અન્ય બીમારી હોય જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે હિતેષગીરી લાલગીરી ગોસાઈ દ્વારા જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ માટે મોકલી વૃદ્ધના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.
અન્ય બનાવ જામનગરના બેડેશ્વરમાં રહેતા સંજયભાઈ રામજીભાઈ ડાભી (ઉ.વ. 39) નામના યુવાનને અંબિકામિલમાં ટેબલ ઉપર પડેલ પંખાને હટાડતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બેભાન થઇ જતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ખોડુભાઈ ડાભી એ જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.