Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વૃધ્ધનું ફેફસામાં ઈન્ફેકશનના કારણે મૃત્યુ

જામનગર શહેરમાં વૃધ્ધનું ફેફસામાં ઈન્ફેકશનના કારણે મૃત્યુ

ભાવનગરની યુવતીનું થાઈરોઈડની ગાંઠ સબબ જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન

- Advertisement -

જામનગર શહેરમાં રતનબાઈની મસ્જિદ પાસે રહેતાં વૃદ્ધને શરદી-ઉધરસને કારણે ફેંફસામાં કફનું ઈન્ફેકશન થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરમાં યુવતીને થાઈરોઈડની ગાંઠ હોય સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં રતનબાઈની મસ્જિદ પાસે રહેતાં હરીશભાઈ વિજયચંદ્ર શેઠ (ઉ.વ.67) નામના વૃધ્ધને થોડા દિવસોથી શરદી-ઉધરસ અને તાવ આવતો હોય તેના લીધે કફ થઈ જતાં તેનું ઈન્ફેકશન ફેફસામાં લાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં આ દરમિયાન સારવાર કારગત ન નિવડતા તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે સુરેશભાઈ જેન્તીભાઈ શાહ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વસરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતી હેતલબા શકિતસિંહ ગોહિલ (ઉ.વ.26) નામની યુવતીને ગળામાં થાઈરોઈડની ગાંઠ હોય સમર્પણ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ શકિતસિંહ ગોહિલ દ્વારા જાણ કરાતા હેકો એમ.આર.ડાંગર સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular